September 27, 2020
September 27, 2020

Kargil Vijay Diwas 2020 : દેશના વીર સપૂતોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી, કારગિલ પર લહેરાવ્યો હતો તિરંગો

ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાકિસ્તાને સ્વીકારી હતી હાર

26મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. વર્ષ 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.

આજે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂર્ણ થયાં છે. વર્ષ 1999માં આજના જ દિવસે , ભારતીય સેનાએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીત વિજય હાંસલ કર્યો હતો.. ભારતીય સૈન્યના વિર જવાનોના અદમ્ય સાહસથી, દુશ્મનોના દાંત ખાંટા કરી દીધા હતાં. કારગિલ વિજય દિવસ , કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા જવાનોના સન્માનમાં મનાવવામાં આવે છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ‘કારગિલ વિજયની 21મી વર્ષગાંઠ નિમિત્તે હું ભારતીય સશસ્ત્ર દળોના એ બહાદુર સૈનિકોને સલામ કરવા ઈચ્છું છું જેમણે વર્તમાન ઈતિહાસમાં વિશ્વની સૌથી પડકારજનક સ્થિતિમાં દુશ્મનોનો સામનો કર્યો.’

ગૃહમંત્રી અમિત શાહે પણ કારગિલ વિજય દિવસને લઈને ટ્વિટ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ એ દેશનું સ્વાભિમાન, પરાક્રમ અને દ્રઢ નેતૃત્વનું પ્રતિક છે.

26 જુલાઈ 1999 ના રોજ ભારતીય સેનાએ કારગીલની પહાડીઓ પર લડવામાં આવેલા ખતરનાક યુદ્ધમાં પાકિસ્તાનને ખૂબ જ ખરાબ રીતે પરાસ્ત કર્યું હતું. કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 18 હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો.  આ યુદ્ધમાં ભારતીય સેનાના અનેક જવાનો શહીદ થયા હતાં અને તેમના એ જ બલિદાને ભારતને વિજયી બનાવ્યું હતું.

 104 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર