મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીતને કમાન

આઈસીસી મહિલા ટી20 વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે. ટીમમાં બંગાળની બેટ્સમેન ઋચા ઘોષ એકમાત્ર નવો ચહેરો છે.

ચેલેન્જર ટ્રોફીમાં રિચાએ પોતાના બાવડાનું જોર બતાવ્યું હતું અને 26 બોલમાં વિસ્ફોટક 36 રનની ઈનિંગ રમી હતી. રિચાએ આ ઈનિંગમાં ચાર ચોગ્ગા તેમજ એક છગ્ગો ફટકાર્યો હતો. ભારતીય વીમેન્સ ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે. દરમિયાન પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. જેમાં 15 ખેલાડીઓ ઉપરાંત નુઝત પરવીનનો પણ 16મી ખેલાડી તરીકે સમાવેશ કર્યો છે. 31 જાન્યુઆરીથી યોજાઈ રહેલી આ ત્રિકોણીય સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા તેમજ ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.

ઋચા ઘોષને હાલમાં મહિલા ચેલેન્જર ટ્રોફીમાં સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. 26 બોલમાં 36 રનની ઈનિંગને બધાને પ્રભાવિત કર્યાં, જેમાં તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન એક છગ્ગો પણ ફટકાર્યો હતો.

વર્લ્ડ ટી20 માટે ભારતીય વિમેન્સ ટીમ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મ્રિતિ મંધાના, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દિપ્તી શર્મા, વેદા ક્રિષ્નામૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર અને અરૂંધતિ રેડ્ડી

ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય વિમેન્સ ટીમ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મ્રિતિ મંધાના, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દિપ્તી શર્મા, વેદા ક્રિષ્નામૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી અને નુઝત પરવીન

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર