T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને મળી નવી જર્સી, જુઓ…

‘ટીમ ઇન્ડિયાનો નવો અવતાર’

ટી-20 વર્લ્ડકપનો પ્રાંરભ થવામાં ગણતરીનો દિવસો બાકી છે. IPLઈન્ડીયન પ્રીમિયર લીગ(IPL) અંતિમ તબક્કામાં છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ યુક્ત આરબ અમીરાત અને ઓમાનની ધરતી પર રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ નવા અવતારમાં જોવા મળશે. આ વર્લ્ડ કપમાં ટીમ નવી જર્સીમાં જોવા મળશે. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

BCCI એ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાની નવી જર્સીની જાહેરાત આ દિવસે કરવામાં આવશે.

નોંધનીય છે કે, ટી-20 વર્લ્ડકપ-2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં થશે. તેની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી તેના સુપર 12 તબક્કાની શરૂઆત કરશે.

ટી-20 વર્લ્ડકપ-2021 ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેન્ટર તરીકે જોડ્યા છે. ટી-20 વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાના માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે, ધોની BCCI પાસેથી આ માટે કોઈ ફી લેશે નહીં. ધોનીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી BCCI સેક્રેટરી જય શાહે તેમનો આભાર માન્યો છે.

નોંધનીય છે કે, ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની અદભૂત સિલસિલો અહીંથી શરૂ થયો. આ પછી 2011 આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી 28 વર્ષ પછી ભારતને મળી હતી.

ધોનીની કેપ્ટનશીપમાં ભારત 6 મોટી વનડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે. તેમાંથી ભારતે ચારમાં જીત મેળવી છે. ધોનીએ કેપ્ટન તરીકે કુલ 110 વનડે મેચ જીતી છે. તે આ મામલે બીજા ક્રમે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ટોચ પર છે જેમણે તેમની કેપ્ટનશીપમાં 165 વનડે મેચ જીતી હતી.

 203 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી