પાકિસ્તાનને ભારતનો વળતો જવાબ, અફવાઓ ફેલાવવાને બદલે આતંકવાદ વિરુદ્ધ પગલા ભરે

આતંકવાદને પનાહ આપનારા પાડોશી દેશ પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારત 16 થી 20 એપ્રિલની વચ્ચે ફરીથી પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની આ ટિપ્પણીને ‘બિનજવાબદારી ભરેલી અને નિરર્થક’ ગણાવીને ફગાવી દીધી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રીએ દાવો કર્યો હતો કે, તેમની સરકાર પાસે ગૃપ્ત જાણકારી છે કે, ભારત 16 થી 20 એપ્રિલ વચ્ચે પાકિસ્તાન પર વધુ એક હુમલો કરવાના ફિરાકમાં છે. તેમણે કહ્યું કે, સરકાર પાસે વિશ્વસનિય જાણકારી છે કે ભારત એક નવી યોજના બનાવી રહ્યું છે.

પાકિસ્તાનના આ દાવોનો ભારતે જવાબ આપ્યો, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીનો હેતુ પ્રદેશમાં યુદ્ધ ઉન્માદ ફેલાવનારી છે. પાકિસ્તાને આવી અફવાઓ ફેલાવવાને બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય પગલા ભરવાની જરૂર છે.

 120 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી