ભારતની કોવેક્સીન ખુબ જ અસરકારક: અમેરિકા

આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ્સનો પણ કરી શકે છે ખાતમો

ભારત સહિત સમ્રગ વિશ્વને કોરોના મહામારી પ્રસરી છે કોવિડ-19ને અટકાવવા માટે વેક્સીન એક માત્ર હથિયાર છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિક્સિત કોવિડ-19 રસી કોવેક્સીન ખુબ અસરકારક છે તે વાત હવે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાએ પણ સ્વીકારી લીધી છે.

અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ(NIH)એ પોતાની તપાસમાં જાણ્યું છે કે કોવેક્સીન ડોઝ લીધા બાદ શરીરમાં બનતી એન્ટીબોડીઝ કોવિડ-19ના આલ્ફા અને ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે લડવામાં પ્રભાવી છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થએ કહ્યું કે, રસી લેનારા મોટાભાગના લોકોના બ્લડ સીરમ પર થયેલા 2 અભ્યાસથી જાણવા મળ્યું છે કે રસીથી જે એન્ટીબોડી બને છે તે બ્રિટન અને ભારતમાં મળેલા કોરોનાના B.1.1.7 (આલ્ફા) અને B.1.617 (ડેલ્ટા) વેરિઅન્ટ્સ પર અસરકારક છે. જો કે કોવેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામ હજુ પ્રકાશિત થયા નથી અને બીજા તબક્કાના પરિણામ ખુબ સારા રહ્યા હતા.

 14 ,  1