ભારતની ‘કોવેક્સિન’ને ટૂંક સમયમાં જ મળી શકે છે WHOની મંજૂરી

કોવેક્સિન’નો અંતિમ તબક્કાનો ડેટા સારો: વુના મુખ્ય વૈજ્ઞાનિક

દેશમાં કોરોના વિરુદ્ધ જંગની લડાઈમાં એક માત્ર હથિયાર વેક્સીન છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ગુરૂવારે એક રાહત મળી તેવી જાણકારી આપી છે. તેમના કહેવા પ્રમાણે ભારત બાયોટેકની વેક્સિન ‘કોવેક્સિન’નો અંતિમ તબક્કાનો ડેટા સારો રહ્યો છે જેના પગલે આ વેક્સિનને WHOની મંજૂરી મળે તેની શક્યતામાં વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે, વેક્સિનની સમગ્ર અસર અનેક વેરિએન્ટ વિરૂદ્ધ પ્રભાવી છે. જોકે ડેલ્ટા વેરિએન્ટ સામે તેની પ્રભાવશીલતા આશા કરતા ઓછી છે પરંતુ તેમ છતાં સારી કહી શકાય તેવી છે. વધુમાં કોવેક્સિનની સુરક્ષા પ્રોફાઈલ વુના ધોરણો પૂરા કરે છે તેમ પણ જણાવ્યું હતું.

સ્વામીનાથનના કહેવા પ્રમાણે અમે એ તમમા વેક્સિન પર આકરી નજર રાખી રહ્યા છે જેને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તેઓ મહત્તમ ડેટા એકત્રિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ કહ્યું કે, અમેરિકાને સિવાય વિશ્વના મોટા ભાગના હિસ્સામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે અને મૃતકોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી આવ્યો. સ્વામીનાથને ભારતમાં ઓછામાં ઓછી 60-70 ટકા વસ્તીને પ્રાથમિક વેક્સિનેશનનું સૂચન આપ્યું છે.

ભારત બ્રિટન જેવા દેશો પાસેથી શીખી શકે છે જે બૂસ્ટર શોટ્સની યોજના બનાવી રહ્યા છે. જોકે, વિશ્વ આરોગ્ય સંગઠન આટલી તેજીથી બૂસ્ટર શોટ્સની ભલામણ કરશે નહીં. સ્વામીનાથને કહ્યું કે, પ્રાથમિક રસીકરણ ક્ષેત્રમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 70 ,  1