2022માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર વિશ્વમાં ડંકો વગાડશે

અમેરિકા, ચીન કરતા પણ વધુ હશે ભારતનો આર્થિક વૃદ્ધિ દરઃ IMFનું અનુમાન

કોરોના મહામારીના સંકટના પગલે મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થતા દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન સામનો કરવો પડ્યા હતો પરંતુ હવે કોરોના હળવો થતા અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ છે. અંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ(IMF)એ આગામી વર્ષ 2022માં વિશ્વમાં સૌથી ઝડપી અર્થવ્યવસ્થાના રૂપમાં અનુમાન લગાવાયું છે કે ભારતમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ દર હશે.

IMF દ્વારા મંગળવારે જાહેર કરાયેલા તાજા અનુમાન અનુસાર, ભારતની અર્થવ્યવસ્થાના વર્ષ 2021માં 9.5 ટકા અને 2022માં 8.5 ટકાના દરે વધવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન – 7.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. જુલાઈમાં જાહેર થયેલા છેલ્લા અનુમાન પર સ્થિર રાખવામાં આવ્યું છે, જોકે આ એપ્રિલના અનુમાનના મુકાબલે 1.6 ટકા ઓછું છે.

IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા જાહેર થયેલા તાજા ડબ્લ્યૂઈઓના અનુસાર 2021માં સમગ્ર દુનિયાનો વૃદ્ધિ દર 5.9 ટકા અને 2022માં 4.9 ટકા રહેવાનો અંદાજ છે.
અમેરિકાના આ વર્ષ 6 ટકા અને આગામી વર્ષ 5.2 ટકાના દરથી વધવાનો અંદાજ છે. આ પૂર્વાનુમાન અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા 2021માં 8 ટકા અને 2022માં 5.6 ટકાના દરથી વધી શકે છે.

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે, તેમને જુલાઈના પૂર્વાનુમાનની તુલનામાં 2021 માટે વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને મામૂલી રીતે સંશોધિત કરી 5.9 ટકા કરી દેવામાં આવી છે અને 2022 માટે આ 4.9 ટકા પર યથાવત્ છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી