ભારતની પ્રથમ ઈનિંગ 327 રનમાં સમેટાઈ, 55 રનમાં 7 વિકેટ ગુમાવી

દક્ષિણ આફ્રિકાના બેટરને પ્રથમ ઓવરમાં બુમરાહે પેવેલિયન મોકલ્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટની બીજા દિવસની રમત ધોવાઈ ગયા બાદ આજે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી જેના કારણે 327 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ હતી. આફ્રિકન બોલર રબાડા અને એન્ગિડીની આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન ટીમ ઢેર થઈ ગઈ હતી. જોકે, દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની પ્રથમ ઈનિંગની શરૂઆતના પ્રથમ ઓવરમાં જસપ્રીત બુમરાહે એલ્ગરને આઉટ કરીને પેવિલયન મોકલ્યો છે.

272/3 ના સ્કોરથી આગળ રમતા રહાણે-પંત સહિતના બેટર ફેલ રહેતા ટીમ 327 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ છે. તેવામાં ચોકાવનારી વાત તો એ રહી કે ભારતે ત્રીજા દિવસે 55 રન કરવામાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં પહેલી ઈનિંગ દરમિયાન એન્ગિડીએ 6 તથા રબાડાએ 3 વિકેટ લીધી છે.

 104 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી