ટીવી ઇન્ડસ્ટ્રીઝના મોટા-મોટા રિયાલિટી શોના પ્રોડ્યૂસર સોહન ચોહાણનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે. તેમનું શબ મુંબઈની આરે કોલોની સ્થિત રોયલ પામ્સ તળાવમાંથી મળી છે. તેમના શબને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધાર્થ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે.
સુત્રોનું માનીએ તો જે સમય મોહનનું મોત થયું તે ઘરમાં એકલો જ રહેતો હતો, તેની પત્ની દિલ્હીમાં હતી. પોલીસને મળેલી જાણકારી મુજબ, સોહન ચૌહાણના લગ્નને હજુ કુલ 6 મહિના જ થયા હતા. મળતી માહિતી મુજબ સોહનને તેના ત્યાં કામ કરતી નોકરે છેલ્લી વાર 15 જૂને ઘરમાં જોયો હતો.
બીજી બાજુ ધ્યાનમાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર તે 13 જૂન સુધી એક્ટિવ રહ્યો. તેના સોશિયલ એકાઉન્ટને જોઈએ તો સોહનની છેલ્લી પોસ્ટ ‘સા રે ગા મા પા’ ફિનાલેને લઈને કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે કવિતાઓ સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ પણ કરી છે.
તેમના મોતની અચાનક આવેલી ખબરથી સમગ્ર ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. સોહનના મોતના કારણો વિશે હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના સમયે સોહન ઘરમાં એકલો હતો.
34 , 1