ભારતનો સેન્ચુરિયનમાં ઐતિહાસિક વિજય

પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 113 રને આપ્યો પરાજય

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 113 રને સજ્જડ પરાજય આપ્યો છે. 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેન્ચુરિયન મેદાન પર ભારતની આ પ્રથમ ટેસ્ટ જીત છે. આ જીતના પગલે ભારત ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર બીજી ટેસ્ટ જીતીને ઈતિહાસ રચવા પર છે અને દક્ષિણ આફ્રિકાને તેના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત હરાવી ઈતિહાસ રચવા પર છે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગ રમાશે.

સાઉથ આફ્રિકાએ તેની છેલ્લી પાંચ વિકેટ માત્ર 61 રનમાં ગુમાવી હતી. બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 3 અને મોહમ્મદ શામીએ 3 વિકેટ ખેરવી હતી જ્યારે અશ્વીન અને સિરાજે 2-2 વિકેટ ઝડપી હતી.

નોંધનીય છે કે, ભારતીય ટીમે છેલ્લી સતત 5 ટેસ્ટમાં આફ્રિકાને પરાજય આપ્યો છે જેની શરૂઆત જાન્યુઆરી 2018માં રમાયેલી જોહાનિસબર્ગમાં 63 રને હરાવ્યુ હતું. ત્યાર બાદ વિશાખાપટ્ટનમ, પુણે, રાંચી અને હવે સેન્ચુરિયન મેદાન પર જીતનો ડંકો વગાડ્યો છે.

 141 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી