સ્કોટલેન્ડ સામે ભારતની ‘વિરાટ’ જીત

86 રનનો ટાર્ગેટ 39 બોલમાં પાર પાડ્યો…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રન મિશન કોહલીનો આજે જન્મદિવસ છે ત્યારે T-20 વર્લ્ડ કપમાં સ્કોટલેંડ સામેની મેચમાં આજે વિરાટે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. સ્કોટલેંડની ટીમે 20 ઓવર્સમાં 85 રન બનાવી ભારતીય ટીમને જીત માટે 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમે વિસ્ફોટક શરૂઆત કરતા માત્ર 39 બોલમાં વિરાટ જીત મેળવી હતી.

સ્કોટલેંડ ટીમે શરુઆતના 5 ઓવરમાં લગભગ 25 રન ખડકી દીધા હતા. પરંતુ ત્યાર પછી જાડેજાના જાદુ શામીના ધારદાર બોલિંગ સામે ટીમનો ધબડકો શરુ કર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ પોતાના 4 ઓવર્સના સ્પેલ માં માત્ર 15 રન આપી 3 વિકેટ ખેડવી હતી.

સ્કોટલેંડનાં ઓપનર જયોજ મુન્સી એ શરૂઆત ભારે આક્રમક કરી હતી.મુન્સીએ 4 ચોક્કા અને 1 છગ્ગા સાથે માત્ર 19 બોલમાં આક્રમક 24 રન ફટકાર્યા હતા. શમીએ મુન્સીની વિકેટ ખેડવતા જ ભારતીય ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.ત્યાર બાદ, કેલમ મેકલીઓડ અને માઈકલ લિસક અનુક્રમે 16 અને 21 રન બનાવી શક્યા હતા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી