ISRO આજે ફરી રચશે ઇતિહાસ, અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે

ઇસરોના યાન PSLV-C49 ને 10 ઉપગ્રહો સાથે લોન્ચ કરવામાં આવશે

ઇસરો આજે બપોરે શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરીક્ષ મથકેથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS -01) લોંચ કરશે. પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) સી 49 રૉકેટ દ્વારા આ લોંચિંગ થશે. લોંચિંગ માટે PSLVમાં ઇંધણ ભરવાનું કામ પૂરૂં થઇ ચૂક્યું હતું.

આ PSLV દ્વારા નવ વિદેશી સેટેલાઇટ પણ લોંચ થશે. PSLV દ્વારા જે નવો સેટેલાઇટ આજે ઇસરો અંતરીક્ષમાં મોકલશે એના દ્વારા પૃથ્વીનું નિરીક્ષણ સરસ રીતે થઇ શકશે. આ સેટેલાઇટ એવો છે કે વાદળોની વચ્ચેથી પણ પૃથ્વીને જોઇ શકે. સ્પષ્ટ દેખાય એવા ફોટોગ્રાફ્સ પણ લઇ શકે. માત્ર દિવસે નહીં અમાસની ઘનઘોર રાત્રે પણ સ્પષ્ટ ફોટોગ્રાફ્સ લઇ શકે એવી એની ક્ષમતા છે,

આ રૉકેટ વેરિયંટનો ઉપયોગ પહેલીવાર 2019ના જાન્યુઆરીની 24મીએ ઓર્બિટ માઇક્રોસેટ અને સેટેલાઇટ માટે કરવામાં આવ્યો હતો.  PSLV એક ફોર સ્ટેજ એંજિન રૉકેટ છે જે સોલિડ અને પ્રવાહી ઇંધણ દ્વારા વૈકલ્પિક રૂપે છ બૂસ્ટર મોટર દ્વારા સંચાલિત થાય છે. શરૂઆતમાં સારી સ્પીડ પકડવા માટે પ્રથમ તબક્કામાં જ સ્ટ્રેપ થાય છે. આ સેટેલાઇટના લોંચિંગને યુ ટ્યુબ, ફેસબુક, ટ્વીટર અને ઇસરોની વેબસાઇટ દ્વારા જોઇ શકાશે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર