ઓસ્ટ્રેલીયા સામેની અગ્નિ પરિક્ષામાં ભારતનો શાનદાર વિજય

કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ-2019ની પોતાની બીજી મેચમાં ભારતની 36થી જીત થઇ છે. ભારતીય બેટ્સમેનોની આક્રમક બેટિંગ બાદ ભારતીય બોલરોએ તકખાટ મચાવતા કાંગારૂની પુરી ટીમ 316 રનમાં ધ્વંસ થઇ ગઇ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથે અડધી સદી નોંધાવી હોવા છતાં ઓસ્ટ્રેલિયા ટીમ ૩૧૬ રન નોંધાવી શકી હતી.

ભારતીય ટીમે બેટિંગ પસંદ કરી 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 353 રન બનાવ્યા, જેમાં ધોનીએ 14 બોલમાં 27, રોહિત શર્માએ 70 બોલમાં 57, ધવને 109 બોલમાં 117, હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48 અને કોહલીએ 77 બોલમાં 82 રન કર્યા. જ્યારે કે.એલ.રાહુલે અણનમ 11 રન કર્યાં. ભારતીય બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાના બોલરોને ઘુંટણિયાભર કરી દીધા. 353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થયું હતું.કાંગારુંની શરૂઆત સારી રહી હતી, કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ 36 રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયા હતા. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 69 અને કીપર કેરીએ અણનમ 55 રન કર્યા હતા. જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું ન હતું.

ભારત માટે ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. ભારત ૧૩ જુને  ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી