કુલગામમાં આતંકવાદીઓનો અંધાધૂંધ ગોળીબાર, 1 પોલીસ જવાન શહીદ

સમ્રગ વિસ્તારમાં ઘેરાબંધી કરી હુમલાવરોની શોધખોળ

જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યાને પાંચ મિનિટ પર આતંકવાદીઓએ બંટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળી ચલાવી જેથી ઘાયલ થઇ ગયા.

આ ઘટનામાં બંટો શર્મા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પછી તેમના સાથી તાત્કાલિક જ બંટો શર્માને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી તેમનું મોત નિપજ્યું હતું.

આ હુમલા બાદ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં ઘેરાબંધી કરી હુમલાવરોની શોધખોળ ચાલુ છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી