અમેરિકાની સ્કૂલમાં 15 વર્ષના વિદ્યાર્થીનો અંધાધૂંધ ગોળીબાર

ત્રણ વિદ્યાર્થીઓના મોત, શિક્ષક સહિત 8 ઘાયલ

અમેરિકાના નોર્થ ડેટ્રોઇટની એક સ્કૂલમાં 15 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યો મોત નિપજ્યા હતા અને ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા હતા. પ્રશાસને કહ્યું કે આ વર્ષે અમેરિકાની સ્કૂલમાં ગોળીબારની સૌથી આઘાતજનક ઘટનાઓમાંની એક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોમાં એક ટીચર પણ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને બપોરે લગભગ 12:55 વાગ્યે જાણ કરવામાં આવી હતી કે ઓક્સફોર્ડ ટાઉનશીપમાં ઓક્સફર્ડ હાઈસ્કૂલમાં એક બંદૂકધારી છે. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક 16 વર્ષીય વિદ્યાર્થી, એક 14 વર્ષનો અને એક 17 વર્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઘાયલોમાંથી 6ની સ્થિતિ સ્થિર છે અને બે લોકોની સર્જરી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. જો કે, આ ગોળીબારનું કારણ શું હતું તે તેણે જણાવ્યું ન હતું. શંકાસ્પદ વિદ્યાર્થીએ ધરપકડ સમયે વિરોધ કર્યો ન હતો અને ઘટના પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. આરોપીએ વકીલની માંગણી કરી છે.

રાષ્ટ્રપતિ જો બિડેને દુઃખ વ્યક્ત કર્યું
શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે તેઓને લાગતું નથી કે એક કરતા વધુ હુમલાખોર હતા. બપોરે, પોલીસના 911 ઇમરજન્સી નંબર પર 100 થી વધુ કોલ આવ્યા અને શૂટરે 5 મિનિટમાં લગભગ 15-20 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તેમણે કહ્યું કે પહેલા ઈમરજન્સી કોલની 5 મિનિટની અંદર શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર કહ્યું, “ઓક્સફોર્ડ, મિશિગનની ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવવાના અકલ્પનીય દુઃખની લાગણી અનુભવી રહેલા પરિવારોની સાથે હું ઉભો છું. સ્કૂલની આ દુ:ખદ ઘટનાને લઈને હું મારી ટીમ સાથે નજીકના સંપર્કમાં છું.”

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી