LAC પર ભારત-ચીન વચ્ચે ફરી ઘર્ષણ: ચીનના 20 જેટલા સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી – સૂત્ર

સિક્કીમમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે ઘર્ષણ

પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર ફરી તણાવ દરમિયાન સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. માનવામાં આવે છે કે, ત્રણ દિવસ પહેલા સિક્કિમના કૂલામાં ચીની સેનાએ LACની હાલની સ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમના અમુક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા હતા. આ દરમિયાન ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ભારતના 4 અને ચીનના 20 જવાનો ઘાયલ થયા છે. જોકે હાલ સ્થિતિ તણાવપૂર્ણ છતાં સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, ભારતીય ક્ષેત્રની સાથે સાથે દરેક પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છચાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર