અનંત ચૌદશ: શુભ મુહૂર્તમાં કરો વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન

ઘર અથવા સોસાયટીમાં કુંડ બનાવી વિસર્જન કરી પર્યાવરણના જતનમા આપો યોગદાન…

હિન્દુ પંચાગ પ્રમાણે ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ દિવસ આવતીકાલે 19 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. અનંત ચૌદસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે. અનંતસૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે અને તેમાં 14 ગાંઠ હોય છે. માન્યતા છે કે અનંત ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર બાંધવાની તમામ અડચણોમાંથી મુક્તિ મળી જાય છે.

અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રીગણેશની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે.

અનંત ચૌદસ પૂજા મુહૂર્ત

અનંત ચતુદર્શીએ શુભ મુહૂર્ત બપોરે 2 વાગ્યાથી 3.30 અને સાંજે 6.30 6.00 વાગ્યા સુધી સુધી રહેશે.

માન્યતા છે કે આ મુહૂર્તમાં પૂજા કરવાની ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમના તમામ પ્રકારના પાપ તથા સંકટ નાશ પામે છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપરાંત ભગવાન ગણેશનું વિસર્જન પણ કરવામાં આવે છે. તેથી અનંત ચતુદર્શીનું મહત્વ અનેક ગણું વધી જાય છે.

ગણપતિ વિસર્જનમાં આ વાત રાખો ધ્યાનમાં

ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની ચોકીને ફૂલો અને લાલ-પીળા કપડાં વગેરેથી સજાવી લો. આ પહેલાં તેને ગંગાજળ કે ગૌમૂત્રથી સાફ કરો
ગણપતિ વિસર્જન પહેલા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરો. બાપ્પાની પ્રિય ભોગ લગાવો.
ગણપતિની આરતી કરો અને બાદમાં વિદાય લેવાની પ્રાર્થના કરો.
વિસર્જન વખતે ગણપતિની મૂર્તિને લઈ જતા સમયે તેમનું મુખ ઘરની અંદર હોય નહીં કે બહાર તે વાતનું ખાસ ધ્યાન રાખો.
વિસર્જન પહેલા ઘરમાં સ્થાપિત રહેલા બાપ્પાની આ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગો. એટલું જ નહીં તેમને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે, તમારા સંકટ દૂર થઈ જાય.
વિસર્જન પહેલા ફરી એક વખત તળાવ કે કુંડ નજીક પહોંચીને ગણપતિની આરતી કરો. જે બાદ તેમને પૂરા સન્માન સાથે વિદાય આપો.
ગણપતિને જળમાં વિસર્જિત કરતી વખતે તેમની પ્રતિમાને ફેંકવાના બદલે પૂરા માન-સન્માન સાથે જળમાં પ્રવાહિત કરો.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી