કેન્દ્રીય કર્મચારીઓને ઘી કેળા: મોંઘવારી ભથ્થુ 17 ટકાથી વધીને થશે 32 ટકા

કર્મચારીઓના પગારમાં થવાનો છે તોતિંગ વધારો

કોરોના કાળ વચ્ચે લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે. પણ તેના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને બે મહિના રાહ જોવી પડશે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓ સપ્ટેમ્બરની સેલરીમાં મોટો વધારો થવાનો છે.

નેશનલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શર્સની મોંઘવારી રાહત વધારામાં થોડો સમય લાગશે. કેબિનેટ સેક્રેટરીની આગેવાનીમાં નાણા મંત્રાલયે DOPT સાથે બેઠક કરીને આ નક્કી કર્યુ છે કે, DA,DR સપ્ટેમ્બર 2021માં થઈ જશે.

હવે જોવાનું એ રહ્યું કે, સપ્ટેમ્બરથી પુન:સ્થાપન બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને DA,DRની કયા દર પર મળે છે. JCM સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે જણાવ્યું કે, ‘જાન્યુઆરી 2021 અને જુલાઇ 2021 ના બંને મોંઘવારી ભથ્થાઓ (DA)ની જાહેરાત સપ્ટેમ્બર 2021 માં કરવામાં આવશે. એટલાં માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બે મહીનાની રાહ જોવી પડશે.

 110 ,  1