મોંઘવારીનો વિકાસ જારી, અચ્છે દિન દેશ પર ભારી: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાનો મોદી સરકાર પર શાબ્દિક હુમલો

દેશમાં એકબાજુ કોરોના મહામારીના પગલે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ -ડીઝલ,દૂધ, રાંધણગેસના બાટલા સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી સહિતના મુદ્દે મોદી સરકારને ઘેરીને નિશાન શાધ્યું છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વીટ કરીને બળાપો ઠાલવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મોંઘવારીનો વિકાસ ચાલુ છે અને અચ્છે દિન દેશ પર ભારે પડી રહ્યા છે.પીએમ મોદી પર માત્ર તેમના મિત્રોની જવાબદારી છે.

નોંધનીય છે દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા પછી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધી રહ્યા છે. જેને પગલે દેશના 12થી વધુ રાજ્યોમાં પટ્રોલના ભાવ પ્રતિ લિટર રુપિયા 100ને પાર પહોંચી ગયો છે પરિણામે સામાન્ય પ્રજા પર પડ્યા પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 17 ,  1