September 23, 2021
September 23, 2021

કોરોના મહામારી બાદ પોલીસ કમિશ્નરનું દરેક પોલીસ સ્ટેશનોમાં ઇન્સપેક્શન!

કમિશ્નરને પોલીસ કર્મચારીઓને સર્ટીફીકેટ આપીને મોટીવેટ કર્યા

કોરોના મહામારીના કારણે તમામ ક્ષેત્રોની કામગીરી ઉપર અસર પડી છે ત્યારે પોલીસ ખાતુ પણ તેનાથી બાકાત નથી રહ્યુ. કોરોનાનો કહેર કેટલાક અંશે ઓછો થયો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ઇન્સપેક્શન કરવાનું શરૂ કરી દીધુ છે જે છેલ્લા બે વર્ષથી બંધ હતું.

દરેક પોલીસ સ્ટેશનમાં દરવર્ષે પોલીસ કમિશ્નર ઇન્સપેક્શન કરતા હોય છે જેમાં જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓની કામગીરી, નોંધાતી ફરિયાદો સહિત તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન હતું જ્યારે બીજી લહેરમાં મીની લોકડાઉન આપવામાં આવ્યુ હતું. કોરોના કાળ દરમિયાન પોલીસની કામગીરી પ્રશનીય રહી છે જેમને રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નીભાવી છે. કોરોનાની દહેશત વચ્ચે પોલીસ કમિશ્નર દ્રારા દરવર્ષે કરવામાં આવતી ઇન્સેપેક્શનની કામગીરી બંધ થઇ ગઇ હતી.

બીજી લહેર પણ શાંત થઇ ગઇ છે ત્યારે હવે શહેરમાં ગણતરીના કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્સપેક્શન શરૂ કરી દીધુ છે. અમદાવાદમાં 48 પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાંચ, મહિલા પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ આવેલી છે જેનુ છેલ્લા બે વર્ષથી ઇન્સપેક્શન થયુ નથી. અમદાવાદના તત્કાલીન પોલીસ કમીશ્નર એ.કે.સિંધ હતા ત્યારે પોલીસ સ્ટેશનનું ઇન્સપેક્શન થયુ હતું.

દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ પોતપોતાની રીતે સારી કામગીરી કરવાની કોશિષ કરતા હોય છે. આજે લોકો પોલીસ કર્મચારીઓને ભષ્ટ્રાચારી અને પ્રજાના ભક્ષક તરીકે નજરે જોવે છે જેના કારણે પોલીસ કર્મચારીઓનું મોરલ તુટી જાય છે અને કામગીરી કરવામાં રસો હોતો નથી. સંજય શ્રીવાસ્તવે બે દિવસ પહેલા રખીયાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યા તેમને સી ટીમની મહિલાઓની સારી કામગીરીને બીરદાવી હતી અને સર્ટીફીકેટ આપ્યા હતા. રખીયાલમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને સમયસર દવા ઘરે પહોચાડવી તેમજ અનાજ કરિયાણુ આપવા જવુ અને તેમની દેખરેખ રાખવાની કામગીરી સી ટીમ કરી રહી હોવાથી પોલીસ કમિશ્નરને તેમના કામની પ્રશંસા કરી હતી.

આધેડને ફીટનેસ સર્ટીફીકેટ આપ્યા

રખીયાલ પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતા આધેડ પોલીસ કર્મચારીઓ જે શારિરીક રીતે ફીટ છે તેમની પણ પોલીસ કમિશ્નરે પ્રશંસા કરી હતી અને તેમને ફીટનેસ સર્ટીફીકેટ આપ્યા હતા જ્યારે પોલીસ સ્ટેશનમાં કેટલીક અરજીઓ પેન્ડીગ છે પોલીસ સ્ટેશનની સ્થિતી કેવી છે તેની તમામ વિગતો પણ લીધી હતી. આ ઇન્સપેકશનમાં જેસીપી, ડીસીપી તેમજ એસીપી પણ હાજર રહે છે.

60 લાખથી વધુની સુરક્ષા પોલીસ કમિશ્નરના હાથમાં

અમદાવાદના 60 લાખથી વધુ નાગરિકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી, અમદાવાદ સિટી પોલીસ ફોર્સની હોય છે જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અમદાવાદ સિટી પોલીસ ફોર્સના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. અસરકારક દેખરેખ અને ગુનાની દેખરેખ અને વહીવટમાં સરળતાથી અમદાવાદ શહેરને બે ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, સેક્ટર -1 અને સેક્ટર -2. જ્યારે અમદાવાદ સિટી કમિશનર વિસ્તાર સાત ઝોનમાં વહેંચાયેલું છે જેમાં ડેપ્યુટી પોલીસ કમિશનરના ઝોનના વડા તરીકે કાર્ય કરે છે. દરેક ઝોનને 14 ડીવીઝનોમાં વહેંચાયેલું જેમાં સહાયક પોલીસ કમિશનર ફરજ બજાવે છે. ત્યારબાદ શહેરમાં 48 પોલીસ સ્ટેશનો આવેલા છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ, કંટ્રોલ રૂમ, ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર, સ્પેશિયલ બ્રાન્ચ અને એડમિનિસ્ટ્રેશન જેવી શાખાઓ પણ અમદાવાદ સિટી પોલીસ ફોર્સના માળખાનો ભાગ છે.

 25 ,  1