થોમસ નામના ‘હેકર’ના કારણે ઠપ થયુ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ

અમેરિકાની ગુપ્તચર સંસ્થા FBI ગુનેગારને પકડશે

ભારત સહિત સમગ્ર વિશ્વના તમામ દેશોમાં સોમવાર રાત્રે 9.15 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપે છ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફરી શરૂ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે થોમસ નામના હેકરને કારણે આ સેવાઓ અટકી પડી હતી જેને અમેરિકાની ગુપ્તચર સંસ્થા FBI પકડશે. આની જવાબદારી એફબીઆઈ સાયબર ક્રાઈમ ઓફિસર જોન મેકક્લેનને આપવામાં આવી છે થોમસ મોટો સાયબર ક્રિમિનલ છે

ફેસબુક ઠપ્પ થવાના પગલે કો-ફાઉન્ડર અને CEO માર્ક જકરબર્ગને વ્યકતિગતરૂપથી ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તેની નેટવર્થમાં થોડા કલાકોમાં $ 7 બિલિયન (લગભગ 52 હજાર કરોડ રૂપિયા) નો ઘટાડો થયો અને તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપે છ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની વેબસાઇટ ફરી શરૂ કરવામાં આવી છે. જોકે સાઇટ હજુ ધીમી છે. કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને સંપૂર્ણપણે ઠીક થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

હકીકતમાં જોઈએ તો, સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ડાઉન હતા. ભારતીય સમય અનુસાર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવા મંગળવારે સવારે લગભગ ચાર વાગ્યે ફરી શરૂ થઈ. એટલે કે, છ કલાકથી વધુ સમય માટે સેવા ખોરવાઈ હતી. જો કે, તે હજી સુધી જાણી શકાયું નથી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આટલા કલાકો સુધી કેમ બંધ રહ્યું.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી