પ્લાસ્ટિકના બદલે પેપર બેગમાં પાણી મળશે

હૈદરાબાદમાં શરૂ થઈ પૃથ્વીને બચાવવાનું ‘ઈકો ફ્રેન્ડલી અભિયાન’

ભારત સહિત સમ્રગ વિશ્વભરમાં પ્રદૂષિત થઈ રહેલા પર્યાવરણનું રક્ષણ કરવા માટે વિવિધ-વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપને પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું પગલું ભર્યું છે જે અંતર્ગત વધી રહેલા પ્લાસ્ટિક કચરો અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની બોટલના બદલે પાણીની ઈકો ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. એટલે કે, હવે પ્લાસ્ટિકના બદલે પેપર બેગમાં પાણી મળશે.

આઈટી નિષ્ણાત સુનીથ તાતિનેની અને ચૈતન્ય અયિનપુડીએ પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના ઉદ્દેશ્યથી ‘કૈરો વોટર’ નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે. આ માટે બંનેએ પોતાની કોર્પોરેટ સેક્ટરની નોકરી છોડી દીધી હતી. કૈરો વોટરના સહ-સંસ્થાપક સુનીથે જણાવ્યું કે એક વ્યક્તિ જે લાંબી મુસાફરી કરી રહ્યો હોય તે એક લીટર પાણીની ઓછામાં ઓછી 5 બોટલ ખરીદે છે. આ પ્લાસ્ટિકની બોટલ્સમાંથી 10 ટકા કરતા પણ ઓછી બોટલ્સનું રિસાઈક્લિંગ થાય છે જે એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મુદ્દાનું સમાધાન શોધવા માટે તેમણે કાર્ડબોર્ડ બોક્સનો ઉપયોગ કરીને પાણી પેક કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં રિસાઈકલ કરી શકાય તેવી ‘બેગ ઈન બોક્સ’ બેગમાં ભરીને ભરપૂર પાણી આપવામાં આવે છે.

સુનીથે જણાવ્યું કે, હાલ પેપર બેગ પાણીના ડબ્બા 5 લીટર અને 20 લીટર એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. 5 લીટર પાણીના કેરબા માટે 75 રૂપિયા જ્યારે 20 લીટર પાણીના કેરબા માટે 120 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવી છે.

 79 ,  1