CWCની બેઠકમાં સરદાર પટેલનું અપમાન – સંબિત પાત્રા

સંબિત પાત્રાએ કહ્યુ – સરદાર પટેલને એક વિલન તરીકે રજુ કરવામાં આવ્યા..

ભાજપે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહ્યો છે. કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે. અખબારોમા આજે છપાયું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં તારીક હામિક કારાએ કહ્યું કે નહેરુએ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં સામેલ કર્યું જ્યારે સરદાર પટેલ ઝીણા સાથે મળીને કાશ્મીરને ભારતથી અલગ રાખવાની કોશિશ કરતા રહેતા હતા. જમ્મુ અને કાશ્મીર આજે ભારતની સાથે છે તો ફક્ત અને ફક્ત નહેરુના કારણે છે. 

સંબિત પાત્રાએ કહ્યું કે જ્યારે CWCની બેઠકમાં સરદાર પટેલને એક વિલન તરીકે રજુ કરવામાં આવી રહ્યા હતા ત્યારે શું સોનિયા ગાંધીએ તેમને રોકવાની કોશિશ કરી હતી? કોંગ્રેસમાં ચાટુકારિતાની પરાકાષ્ઠા છે. એક પરિવારે બધુ કર્યું અને બાકીનાએ કશું નથી કર્યું. કોંગ્રેસે સરદાર પટેલને ઝીણા સાથે જોડવાનું પાપ કર્યું છે. 

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પૂછ્યું કે શું તારીક હામિદ કારાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માંથી કાઢી મૂકવામાં આવશે? જ્યાં એક બાજુ ભાજપ વિકાસને લઈને આગળ વધી રહ્યો છે ત્યાં કોંગ્રેસ ભ્રની રાજનીતિને આગળ વધારે છે. 

સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે મારો પહેલો સવાલ એ છે કે જ્યારે સરદાર પટેલ અંગે આ બધુ કહેવાઈ રહ્યું હતું ત્યારે શું સોનિયા અને રાહુલે આપત્તિ જતાવી હતી? તારીક હામિદ કારાનો હેતુ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો હતો. તેમણે એ જ ક્રમમાં કહ્યું હતું કે કોંગ્રેસનો વારસો નહેરુથી રાહુલ સુધી સાધારણ નથી. 

તેમણે કહ્યું કે મારો બીજો સવાલ એ છે કે આખરે  કોંગ્રેસ શું કહેવા માંગે છે? શું તે વંશવાદને ઉપર રાખવા માટે બોસ અને પટેલ અંગે પણ કશું કહી શકે છે. ભાજપ આજે આ તમામ સવાલોના જવાબ માંગે છે. 

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી