વડોદરા : મેયરનું અપમાન કરવું PIને પડ્યું ભારે, તાત્કાલિકના ધોરણે બદલી

મેયર સાથે જાહેરમાં કરી હતી શાબ્દીક તકરાર

વિશ્વામિત્રી પદયાત્રા કાર્યક્રમ વખતે PIએ મેયરને પોલીસ કમિશનરની ખુરશી માટે જગ્યા રાખવા ટકોર કરી હતી, મેયરે સામે જવાબ આપી દેતા પીઆઇ ગુસ્સે ભરાયા હતા અને તમે ચૂપચાપ બેસી રહો તેમ કહી મેયર સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી. જોત જોતામાં તકરાર એટલી હદે વધી ગઈ હતી કે મેયર કેયૂર રોકડીયા PI સામે ગુસ્સે ભરાઇ ગયા હતા. જે બાદ PIની તાત્કાલિકના ધોરણે બદલી કરી દેવામાં આવી છે.કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ પણ હાજર હતા.

વડોદરાના વિશ્વામિત્રી કાર્યક્રમ દરમિયાન મેયર કેયુર રોકડિયા વિધિ કરી ખુરશી પર બેસી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્યાં પોલીસ ઈન્સ્પેકટર આવે છે અને મેયર કેયુર રોકડિયા સામે ખુરશીને લઈ દલીલો કરે છે. તે કહે છે કે આ ખુરશી પોલીસ કમિશનર માટે છે ઊભા થઈ જાઓ. મેયરે વાત ન માનતા અભદ્ર વર્તન કરે છે. જાહેર કાર્યક્રમ હોવાથી મેયર ત્યાં શાંત પડી જાય પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની પોલીસ કમિશનરને જાણ કરે છે. અને એક્શનના ભાગ રૂપે PIની બદલી કરી દેવામાં આવે છે.

મેયર કેયુર રોકડિયાનું જાહેરમાં અપમાન કરવું PIને ભારે પડ્યું હતું. રાવપુરા પોલીસ સ્ટેશનના PI એન ડી. સોલંકીએ ખુરશી માટે મેયર સાથે કરેલી માથાકૂટને કારણે તેમની બદલી કરી દેવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેયર કેયૂર રોકડિયાએ સમગ્ર ઘટનાની ફરિયાદ સીધી જ પોલીસ કમિશનરને કરી હતી. અને PI ના વર્તનનો વિરોધ કર્યો હતો. જે બાદ એન. ડી. સોલંકીની  કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. 

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી