સુરતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, દેશના તિરંગાને ફાડી વીડિયો બનાવીને કર્યો વાઇરલ..

વીડિયો વાયરલ કરતા બે સગીરોની પોલીસે અટકાયત

સુરતમાં દેશ દાઝને લજવતો કિસ્સો સામે આવ્યો છે, સોશિયલ મીડિયામાં આપતિજનક પોસ્ટ મુકી વીડિયો વાયરલ કરતા બે સગીરોની પોલીસે અટકાયત કરી છે.

માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં આવેલા કીમ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ઝમઝમ રેસીડેન્સીમાં બે સગીરોએ રાષ્ટ્રીય ધ્વજને ફાડી તેનો વીડિયો બનાવી સોમવારના રોજ વાઈરલ કર્યો હતો. જે વીડિયો વાઈરલ થતાં હરકતમાં આવેલી કોસંબા પોલીસે રાષ્ટ્રધ્વજને ફાડનાર અને તેનો વીડિયો ઉતારનાર બંને સગીરોને ઝડપી પાડ્યા હતાં. પરંતુ આ ગંભીર ઘટનામાં કડક કાર્યવાહી કરવાની જગ્યાએ બંને સગીરોના માતા પિતાને બોલાવી માત્ર ઠપકો આપી સંતોષ માન્યો હતો.

માંગરોળ તાલુકાના પાલોદ ગામ હદ વિસ્તારમાં કીમ ચાર રસ્તા પાસે આવેલ ઝમઝમ રેસીડેન્સીમાં આવેલી એક દુકાનમાં બે સગીરોએ ભારતનો રાષ્ટ્રધ્વજને ફાડી તેનો વીડિયો ઉતારી આ વીડિયો વાઈરલ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગેની જાણ કોસંબા પોલીસને થતાં પોલીસે આ બંને સગીરોને ઝડપી પાડ્યા હતાં. પરંતુ બંને સગીરો હોય જે અંગેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી પીઆઈ બી. કે. ખાચરે તેમના માતા પિતાને બોલાવી આ અંગે ઠપકો આપી રવાના કર્યા હતાં.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી