રતનપુર અને અમીરગઢ બોર્ડર પર સઘન તપાસ શરુ

દેશમાં આતંકી હુમલાની આશંકાને લઇ ગુજરાત રાજસ્થાન બોર્ડરો જેવી કે ખોડા રતનપુર અને અમીરગઢ બોર્ડર ઉપર સઘન તપાસ કરાઇ રહી છે.

ગુજરાત મા આતંકી હુમલા થવાની સંભાવના ને લઈ સરકાર સક્રિય થઈ ગઈ છે. અમીરગઢ, ખોડા અને શામળાજી બોર્ડર ઉપર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સતત ફરજ બજાવતી પોલીસને કોઈ અનઈચ્છનીય બનાવ બને તો બચાવ માટે બુલેટ પ્રુફ જેકેટ પણ આપવામાં આવ્યા છે. આ આદેશ આતંકી હુમલાની આશંકા ને લઈને ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે. ડીજીપી ના આદેશ બાદ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલમાં અમીરગઢ પોલીસ સાથે અેસ આર પી અને જી આર ડી જવાનોને પણ બોર્ડર પર તેનાત કરાયા છે.

બોર્ડર પર પોલીસના જવાનો વાહનોની સતત તપાસ કરી રહ્યા છે. દેશમાં આતંકી હુમલાને લઇ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજસ્થાન ની સરહદ પર અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. થરાદ અને અમીરગઢ પોલીસને બુલેટ પ્રૂફ જેકેટ અપાયા છે જ્યારે પોલીસ સાથે સશસ્ત્ર એસઆરપી અને જી.આર.ડી જવાનોની ટૂકડીઓ તહેનાત કરી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

(કલ્પેશ મોદી – પ્રતિનિધિ પાલનપુર)

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી