ગુજરાતમાં વધુ બે IAS અધિકારીઓની આંતરિક બદલી

IAS પ્રવિણા ડી. કે.ની કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા IAS સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી

રાજ્યમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી બાદ ફરી ફેરબદલ કરી છે. કચ્છ અને પંચમહાલ કલેકટર બદલાયા છે. પહેલા કચ્છ કલેકટર પ્રવિણા ડીકેને પંચમહાલ મુકાયા હતા જેને ફરી કચ્છ મુક્યા છે. જ્યારે પંચમહાલ કલેકટર સુજલ મ્યાત્રાને કચ્છ મુકાયા હતા જેને ફરી પંચમહાલ મુકાયા છે. બે દિવસ પહેલા કે રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી સામાન્ય વહીવટ વિભાગમા મુકાયા હતા. ચાર્જ સભાળ્યાના 4 દિવસમાં કલેકટરની અરસ પરસ બદલી થઈ જતા તર્ક વિતર્ક તેજ થઈ છે. 

તાજેતરમાં જ ગુજરાત સરકારે 77 આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી હતી. આ સમયે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશની પણ બદલી કરવામાં આવી હતી. જોકે, માત્ર એક જ અઠવાડિયામાં તેમની ફરી બદલી કરવામાં આવી છે. કે. રાજેશને ગૃહ વિભાગમાથી હટાવીનેમાન્ય વહીવટ વિભાગમા મુકાયા છે. એક અઠવાડિયા પહેલા જ સુરેન્દ્રનગર કલેક્ટરથી ગૃહ વિભાગમા જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરાઈ હતી. હવે ફરી પાછા ગૃહ વિભાગનાં જોઈન્ટ સેક્રેટરીથી સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. 

 65 ,  1