September 23, 2021
September 23, 2021

International Beer Day : બીયર આરોગ્ય માટે હાનિકારક નથી?

કેટલાક લોકો બીયર સ્વાસ્થ્ય લાભ માટે પણ પીવે છે…!

ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવારોની હારમાળા સર્જાય છે. આ મહિનામાં જ દેશભક્તિ સાથે જોડાયેલો અને મિત્રો માટેનો ખાસ દિવસ આવે છે. ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. જે મિત્રતાનો સૌથી ખાસ દિવસ છે. ત્યારે ઓગસ્ટના પહેલા શુક્રવારે આંતરરાષ્ટ્રીય બીયર દિવસ (International Beer Day) ઉજવવામાં આવે છે. કેટલાક લોકો તેમના મિત્રો સાથે ચા પીવી તો કેટલાકને બિયર પીવી ગમે છે. આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કેટલાક લોકો બીયર સ્વાસ્થ્ય લાભ માટે પણ પીવે છે. બીયર પીવાથી થતા લાભની વિગતો આપવામાં આવી છે.

હાડકા મજબૂત કરે : બીયરમાં સિલિકોન, વિટામિન બી અને બાયોએક્ટિવ પોલીફેનોલ્સ મળી આવે છે. આ તત્વો હાડકાના નિર્માણ સાથે સંકળાયેલા હોય છે.

પોષકતત્વોથી ભરપૂર : બીયરમાં ફાયબર અને લીપોપ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. બિયર પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. ધમનીઓની સફાઈમાં બીયર અસરકારક સાબિત થાય છે.

કિડની સ્ટોનમાં રાહત આપે : કિડનીમાં પથરી હોય તેવા કિસ્સામાં કેટલાક ડોકટર પણ બીયર પીવાની સાલાહ આપે છે. બીયરના કારણે પથરી તૂટી જાય છે અને મૂત્ર વાટે નીકળી જાય છે. જોકે, આ બાબતે બીયર પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

લાંબી ઉંમર : ઓછા પ્રમાણમાં બિયર પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોડરેટ ડ્રિંકિંગ માટે બીયર સારો વિકલ્પ છે. દારૂનું વધુ પ્રમાણમાં સેવન નુકશાન કરે છે. તેનાથી અન્નનળીનું કેન્સર, સિરોસિસ અને અન્ય ગંભીર બીમારીઓ થાય છે. જોકે, દારૂ સાવ ન પીવો પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું મેડિકલ ડેટા પરથી ફલિત થાય છે. ઘણા રિસર્ચમાં ક્યારેય દારૂ ન પીતા અથવા ચિક્કાર દારૂ પીનારાની સરખામણીમાં માધ્યમ પ્રમાણમાં દારૂ પીનારા એટલે કે મોડરેટ ડ્રિન્કર્સ લાંબો સમય જીવતા હોવાનું સામે આવ્યું છે. બીયર મોડરેટ ડ્રિંકિંગ માટે આદર્શ છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે : અભ્યાસ મુજબ મધ્યમ પ્રમાણમાં બીયર પીનારાઓમાં હૃદયની ધમનીના રોગનું જોખમ 20થી 40% ઓછું હોય છે.

યાદશક્તિ વધે : બિયરનું એન્ટીઓક્સીડન્ટ મગજની કોશિકાઓને ઓક્સીડેશનથી બચાવે છે. જેના કારણે અલ્ઝાઇમરનું જોખમ ઓછું થઈ જાય છે.

કેન્સર સામે રક્ષણ આપે: ઝેન્થોહુમોલ નામનું ફ્લેવોનોઈડ માત્ર બીયરમાંથી જ મળે છે. આ તત્વ કેન્સર માટે કારણભૂત ઉત્સેચકોને રોકતું એન્ટીઓક્સિડન્ટ ગણાય છે.

ઓછી કેલેરી : હાર્ડ ડ્રિંક્સની સરખામણીએ બિયરમાં આલ્કોહોલનું સામાન્ય પ્રમાણ હોય છે. તેમાં માત્ર 4 થી 6% આલ્કોહોલ બાય વોલ્યુમ (ABV) રહે છે. જોકે, બ્રાન્ડ પ્રમાણે બિયરમાં દારૂનું પ્રમાણ બદલાય છે. એક બિયરમાં 208 કેલરી હોય છે.

 74 ,  1