આંતરરાષ્ટ્રીય તટિય સ્વચ્છતા દિવસ : દેશના આઠ સમુદ્ર કિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ લેબલની ભલામણ

પર્યાવરણ મંત્રાલયે દેશના 8 દરિયા કાંઠાને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ લેબલ આપવાની ભલામણ કરી

આજે આંતરરાષ્ટ્રીય તટિય સ્વચ્છતા દિવસ છે. દરિયા કિનારાને પર્યાવરણ માટે સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે હાથ ધરાયેલા અભિયાનોને લઈને પર્યાવરણ મંત્રાલયે દેશના 8 દરિયા કાંઠાને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ લેબલ આપવાની ભલામણ કરી છે.દરિયા કિનારાના વાતાવરણને સ્વચ્છ રાખવામાં ભારતની ભૂમિકાની વિશ્વ બેંક દ્વારા પણ સરાહના કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય તટિય સ્વચ્છતા દિવસની પૂર્વ સંધ્યા પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકાર દેશભરમાં દરિયા કાંઠાની સફાઈ માટે પ્રતિબદ્ધ છે.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર