આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હવે આ તારીખથી થશે ટેકઓફ..

ટ્રાવેલ સમયે આ વાતનું ધ્યાન રાખવું પડશે…

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર ઓસરી રહ્યો છે પરંતુ બીજી બાજુ વિશ્વના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ વાયરસ દેખા દીધી છે જેના પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને વિદેશ જવા ઈચ્છુક લોકોને એક મોટી ખુશખબર આપતા 15 ડિસેમ્બરથી રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની વિધિસરની જાહેરાત કરી છે. ભારત સરકારની આ જાહેરાત એવે સમયે થઈ છે કે જ્યારે આફ્રિકી વેરિયન્ટને કારણે ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 14 દેશો પર હજુ પણ ફ્લાઈટ પ્રતિબંધ રહેશે. જેમાં યુકે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, આફ્રિકા, બ્રાઝીલ,ચીન, મોરેશિયસ, સિંગાપુર, બાંગ્લાદેશ, અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે માર્ચ ૨૦૨૦ થી સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી દીધી હતી પરંતુ હવે કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાથી અને બીજી લહેર લગભગ પૂરી થઈ ગઈ હોવાથી સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ બીજી બાજુ સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટને કારણે દુનિયાના દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી રહ્યાં છે.

આ ત્રણ વાતનું ધ્યાન રાખવું જરૂરી

  • કોવિન એપ પર ટ્રાવેલની જાણકારી આપવી
  • કમ્પ્લીટ રસીનું સર્ટિફિકેટ હોવું જરૂરી
  • ટ્રાવેલ અગાઉ આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી