હિંમતનગર: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ઐતિહાસિક નિર્ણયની ઉજવણી

સાબરકાંઠા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ફટાકડા ફોડી પેંડા વહેચી વર્તમાન સરકાર દ્વારા કાશ્મીરમાંથી આર્ટિકલ 35A અને ધારા 370 હટાવી હિન્દુરાષ્ટ્ર માટે ઐતિહાસિક નિર્ણય કર્યો એ બદલ સરકારને અને જનતાને અભિનંદન પાઠવી હર્ષોલ્લાસ પૂર્વક આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

એએચપી પ્રમુખ ડૉક્ટર પ્રવિણભાઈ તોગડિયાજી દ્વારા વર્ષોથી કલમ 35a અને 370 નાબૂદીની માગણી કરવામાં આવી રહી હતી જેની આજે સફળતા મેળવી છે. આ પ્રસંગે એએચપી જિલ્લા પ્રમુખ કનકસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગૌ હત્યા કાનુન અયોધ્યામાં રામમંદિર નિર્માણ સમાન સિવિલ કોડ જન સંખ્યા નિયંત્રણ કાનુન વગેરે મુદ્દાઓ પર સંઘર્ષ ચાલુ રહેશે અને હિન્દૂ રાષ્ટ્ર હિન્દુ ધર્મ હિન્દૂ સમાજ માટે સરકાર ને ક્યાંય પણ અમારી જરૂર જણાય તો રાષ્ટ્રીય બજરંગ દળ હંમેશાં તૈયાર રહેશે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી