અરવલ્લી LCB દારૂકાંડની તપાસ સાબરકાંઠા ડીવાયએસપીને સોંપાઈ

રેંજ આઈજી અભય ચુડાસમાએ સમગ્ર કેસની તપાસ તટસ્થ – નિષ્પક્ષ થાય તેવા આદેશ આપ્યા

બહુચર્ચિત અરવલ્લી LCB દારૂકાંડની તપાસ સાબરકાંઠા ડીવાયએસપીને સોંપાઈ છે. વિદેશી દારૂની હેરાફેરીમાં એલસીબી પીઆઈ આરકે પરમાર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મોડાસા રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. એટલું જ નહીં  રેન્જ આઇજીએ બે કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરી દીધા હતા. હવે આ મામલે સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં નિષ્પક્ષ ખાતાકીય તપાસ માટે રેન્જ આઇજી અભય ચુડાસમાએ સીટની રચના કરવા માટે આદેશ કર્યો છે.

તપાસ દરમિયાન LCB ઓફિસની તિજોરી તેમજ અન્ય ત્રણ જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો. સાત પેટી જેટલો દારૂ ટાઉન પોલીસે જપ્ત કર્યો હતો. ગુરૂવારે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબક્યા બાદ ભાંડો ફૂટ્યો હતો. દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની અરવલ્લી પોલીસના ઇતિહાસની સૌથી શરમજનક ઘટના સામે આવી હતી.

સમગ્ર પ્રકરણમાં ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે અને એલસીબી પીઆઇ આર.કે.પરમાર ફરાર થઇ ગયો છે. મોડાસા રૂરલ પોલીસે આ ગુનામાં એલસીબીમાં ફરજ બજાવતા પ્રમોદભાઈ પંડ્યા અને ઇમરાનખાન શેખ તેમજ શાહરૂખ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે એલસીબીના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી.

મોડાસામાંથી પોલીસ જાપ્તામાં રહેલો વિદેશી દારૂ સગેવગે કરવામાં તેમજ વિદેશી દારૂ ભરેલી એસન્ટ કારનું પાયલોટિંગ કરતો શાહરૂખ નામનો શખ્સ આ કારમાં એલસીબીના પોલીસ કર્મીને લઈને ફરતો હતો. તદઉપરાંત આ શાહરૂખ સામે મોડાસામાં યુવતીની છેડતી કરતાં તેની સામે અગાઉ ગુનો નોંધાયો હતો. આ શખ્સ પોલીસનો રૂઆબ પણ મારતો હતો અને કારમાં પોલીસનો ડંડો રાખતો હોવાનું બહાર આવ્યું છે.

નોંધનિય છે કે, અરવલ્લી એલસીબી પોલીસે ખુદ દારૂનો વેપલો કરવાનું શરૂ કરતા ખાખી પર ધબ્બો લાગ્યો હતો અરવલ્લી એલસીબીનું દારૂ કાંડ બહાર આવતા રેંજ આઈજી અભય ચુડાસમાએ સમગ્ર કેસની તપાસ તટસ્થ અને નિષ્પક્ષ થાય તે માટે અરવલ્લી પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપતા સ્થાનીક પોલીસમાં સન્નાટો છવાયો છે

 54 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર