ગાંધીનગર FSLમાં કિંગ ખાનના દીકરા આર્યનના મોબાઈલની તપાસ

WhatsApp ચેટ ખોલશે સિક્રેટ્સ?

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની સાથે અન્ય લોકોની કસ્ટડીમાં પૂછપરછ અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)દ્વારા કેસના મૂળ સુધી પહોંચવા અને ડ્રગ્સ ક્યાંથી સપ્લાય કરવામાં આવી રહ્યું હતું તે અંગે વિવિધ તપાસ પણ કરવામાં આવી રહી છે. આ માટે NCB દ્વારા તપાસ માટે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓના ફોન ગાંધીનગરની ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ફોરેન્સિક તપાસ માટે જાણીતી ગાંધીનીગરની ફોરેન્સિક લેબોરેટરીમાં આર્યન સહિત અન્ય આરોપીઓના ફોન મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે NCB દ્વારા મુંબઈની કોર્ટમાં કરેલી રજૂઆત દરમિયાન વોટ્સએપ ચેટ્સ દ્વારા કેટલી મહત્વના પુરાવા મળવાની વાત કરી હતી. આ રેકોર્ડ્સની તપાસ કરીને ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કેટલા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતું હતું તેને લગતી વિવિધ માહિતી સામે આવી શકે છે.

ફોરેન્સિક લેબમાં ફોનમાંથી મહત્વના કેસને લગતા રેકોર્ડ્સ એકઠા કરવામાં આવશે. આ રેકોર્ડના આધારે કેસની તપાસમાં વધુ મદદ મળી શકે છે.

વિવિધ રિપોર્ટ્સમાં એવી પણ વિગતો સામે આવી રહી છે, NCBની તપાસ દરમિયાન આર્યન ખાને ડ્રગ્સની ખરીદી અને રુપિયાની ચૂકવણીની રીતો અંગે ચર્ચા કરીને કોડનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. હવે આ દિશામાં ફોરેન્સિક રિપોર્ટ્સ આવ્યા બાદ કેસમાં તપાસની વધારે મદદ મળી શકે છે. અગાઉ પણ ઘણાં કેસમાં એવું જોવા મળ્યું છે કે ફોરેન્સિક તપાસ બાદ કેસ વધારે મજબૂત બન્યો હોય.

આ કેસમાં વધુ 6 લોકો, દિલ્હીની ક્રાઈમ એક્સપિરિયન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને તપાસ માટે NCBની કસ્ટડીમાં લેવામાં આવી છે. મુંબઈ ક્રુઝ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં કુલ ધરપકડનો આંકડો વધીને 16 થઈ ગયો છે.

રિપોર્ટ્સ મુજબ આર્યન ખાને એક સાયન્સ બૂકની માગણી કરી હતી, જે પ્રમાણેની તેની ઈચ્છા પણ કસ્ટડી દરમિયાન પૂર્ણ કરવામાં આવી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી