રોકાણકારો આનંદો…કિમ્સ હોસ્પિટલ સહિત ચાર કંપનીઓના આવી રહ્યાં છે આઇપીઓ…

અત્યાર સુધી 17 આઇપીઓ આવ્યાં છે શેર બજારમાં

કોરોનાની બીજી લહેરને પગલે શાંત પડેલ આઈપીઓ બજારમાં ચોમાસાની મોસન શરૂ થતા નવી કંપનીઓનો પણ વરસાદ શરૂ થઈ રહ્યો છે. આગામી સપ્તાહે 4 આઈપીઓ બજારમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે. 2021ના વર્ષમાં અત્યાર સુધી કોઈ 19 આઈપીઓ બજારમાં આવ્યા છે,જેમાં બ્રુકફિલ્ડ REIT અને પાવરગ્રિડ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આ આઈપીઓ થકી કંપનીઓએ 29,000 કરોડથી વધુની રકમ એકત્ર કરી છે. આ સપ્તાહે આવનાર આઈપીઓ થકી કંપની 9122.92 કરોડ એકઠા કરવાની યોજના ધરાવે છે. આ આઈપીઓ સફળ થશે તો 23 આઈપીઓ થકી કુલ 38,100 કરોડ એકઠા થશે,જે 2020ના કુલ આઈપીઓ ભંડોળ એકત્રીકરણના 31,000 કરોડના આંકડાથી વધુ થશે. એક જ સપ્તાહમાં 4 આઈપીઓને કારણે ફરી રોકાણકારોને ચિંતા અને મૂંઝવણ થઈ રહી છે કે ક્યા આઈપીઓમાં પૈસા લગાવવા અને ક્યા આઈપીઓથી દૂર રહેવું ? તો આવો જાણીએ કઈ કઈ જાહેર ભરણાં સાથે બજારમાં ઉતરવા જઈ રહી છે

જે કંપનીઓ આઇપીઓ લાવી રહી છે તેમાં સોના કોમસ્ટાર, શ્યામ મેટાલિક્સ, ડોડલા ડેરી અને KIMS હોસ્પિટલનો સમાવેશ થાય છે.

KIMS હોસ્પિટલ- જનરલ એટલાન્ટીક જેવા દિગ્ગજ રોકાણકાર ધરાવતી ક્રિષ્ના ઈન્સટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ અર્થાત કિમ્સ હોસ્પિટલનું ભરણું 16મી જુનથી 18મી જુન સુધી ખુલ્લો રહેશે. શેરનો ભાવ 815-825 નક્કી કરવામાં આવ્યો છે. 2144 કરોડની આઈપીઓ સાઈઝમાં કંપની 200 કરોડના નવા શેર ઈશ્યુ કરશે અને 2,35,60,538 ઈક્વિટી શેર વર્તમાન શેરધારકો વેચશે. આ આઈપીઓ માટે કર્મચારી વર્ગને 40 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને 20 કરોડની સાઇઝ પણ અલાયદી રાખવામાં આવી છે. કંપની 150 કરોડની રકમ દેવાની પરત ચૂકવણી કરવા માટે થશે. હોસ્પિટલ ચેઈન ધરાવતી કંપની પાસે નવ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો KIMS Hospital બ્રાન્ડ હેઠળ છે. 2500 ઓપરેશનલ પથારી સાથે કુલ 3064 પથારીની કેપિસિટી 31મી માર્ચ, 2021ના રોજ હતી,જે આંધ્રપ્રદેશ અને તેલાંગણાના બીજા સૌથી મોટા હોસ્પિટલની બેડ કેપેસિટી કરતા 4 ગણી વધુ છે.

 80 ,  1