INX : પૂર્વ નાણામંત્રીની ગમે ત્યારે ધરપકડ

દિલ્હી હાઈકોર્ટ પાસેથી કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને મોટો આંચકો લાગ્યો છે. INXમીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીનની અરજી ફગાવી છે. કોર્ટ પાસેથી પૂર્વ નાણા મંત્રીએ ત્રણ દિવસનો સમય માગ્યો હતો. આગોતરા જામીન રદ થયા બાદ હવે EDઅને CBIચિદમ્બરમની ધરપકડ કરી શકે છે.ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાએ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડથી ગેરકાયદેસર રીતે મંજૂરી અપાવવા માટે રૂ.305 કરોડની લાંચ લેવાનો આરોપ છે.


આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને બે ડઝન વખત આગોતરા પ્રોટેક્શન એટલે કે ધરપકડમાંથી રાહત મળી ચૂકી છે. આ કેસ 2007નો છે જ્યારે પી. ચિદમ્બરમ નાણા પ્રધાન હતા. આ કેસમાં CBIઅને EDએ પહેલા જ ચિદંબરમના પુત્ર કાર્તિની ધરપકડ કરી હતી. જે હાલ જામીન પર બહાર છે. આ કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈન્દ્રાણી મુખર્જી 4 જુલાઈએ સરકારી સાક્ષી બની.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી