11 વર્ષની છોકરી હાથમાં આઇફોન પકડીને બેઠી હતી અને અચાનક જ…

કેલિફોર્નિયાની એક 11 વર્ષની છોકરીના એપલ આઇફોન 6માં આગ લાગતા તેની ચાદરમાં કાણા પડી ગયા અને ત્યારબાદ તેણે મોબાઇલને ફેંકી દીધો.

કિશોરીનું કહેવું છે કે હું મારા ફોનને પકડીને બેઠી હતી ત્યારે મેં આઇફોનમાંથી દરેક જગ્યાએ આગ નીકળી જોઇ.તેણે કહ્યું કે મેં બરાબર બેડ પર બેઠી હતી, જ્યારે ફોનથી મારી ચાદરમાં આગ લાગી ગઇ અને તેમાં કાણા પડી ગયા. કિશોરીની માતા મારિયા અડાટા એ એપલ સ્પોર્ટને ફોન ડાયલ કર્યો, ત્યારબાદ તેણે આઇફોનની તસવીરો મોકલી અને રિટેલ વિક્રેતાનાને ફોન કરવાનો નિર્દેશ આપ્યો.

માતાનું કહેવું છે કે આ મારી બાળકીની સાથે થઇ શકતું હતું, મારી બાળકીને આગ લાગી જાત તો તે ઘાયલ થઇ જાત. મને ખુશી છે કે તેને કંઇ થયું નહીં. જો કે એવું નથી કે આઇફોનમાં પહેલી વખત આગ લાગી હોય.

બે વર્ષ પહેલાં ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઇ ગયો હતો, જેમાં દાવો કર્યો હતો કે આઇફોન 7 પ્લસમાં આગ લાગી છે.

 27 ,  1