આજથી IPLનો પ્રારંભ, ધોનીની ચેન્નાઈ અને કોહલીની બેંગ્લોર વચ્ચે ટક્કર

આજથી IPL12નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. IPL ની 12મી સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચથી શરૂ થશે. મેદાન પર બે દિગ્ગજો મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમ ઉતરશે. ધોનીની ચેન્નાઈ અને કોહલીની બેંગ્લોરની ટીમો વચ્ચે ટક્કર થશે. ૫૮ દિવસ ચાલનારી આઇપીએલમાં ૮ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે કુલ ૬૦ મુકાબલા ખેલાશે, જે પછી નવા ચેમ્પિયનનો ચહેરો દુનિયાની સામે આવશે.

ઉલ્લેખનિય છે કે, 12મી સિઝનની શરૂઆત ઓપનિંગ સેરેમનીથી નહી થાય, પુલવામા હુમલામાં શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપતાં આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની પહેલાંથી જ રદ કરી નાખવામાં આવી હતી. આ સિવાય CSKની ટીમ પહેલી મેચમાં ટિકિટા વેચાણથી થયેલી કમાણીને પુલવામા આંતકી હુમલામાં થયેલા શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે આપશે.

ચેન્નાઇ સુપર કિંગ્સ :

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન) સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટ્સન, ફાક ડુ પ્લેસિસ, મુરલી વિજય, કેદાર જાધવ, સૈમ બિલિંગ્સ, રવીંદ્ર જાડેજા, ધ્રુવ શોરે, ચૈતન્ય વિશ્નોઇ, રિતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, હરભજન સિંહ, મિશેલ સેંટનેર, શાર્દુલ ઠાકુર, મોહિત શર્મા, કે.એમ આસિફ, ડેવિડ વિલી, દીપક ચહર, એન.જગદીશન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ :

વિરાટ કોહલી (કેપ્ટન), એ.બી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમેયર, શિવમ દુબે, નાથન કુલ્ટર નાઇલ, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, હેનરિક ક્લાસેન, મોઇન અલી, કોલિન ડિ ગ્રાંડહોમ, પવન નેગી, ટિમ સઉદી, અક્ષદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પી, ગુરકિરત સિંહ, પ્રયાસ રાય બર્મન, કુલવંત કેજરોલિયા, નવદીપ સૈની, હિમ્મત સિંહ.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી