વિરાટ પર ભારે પડ્યો ધોની, CSKનો 7 વિકેટથી વિજય

આઈપીએલ 2019ની પ્રથમ મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપર કિંગ્સનો 7 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા મળેલા 71 રનના લક્ષ્યાંકને CSKએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. અંબાતી રાયડૂએ 28, સુરેશ રૈનાએ 19 રન બનાવ્યા હતા.

ચેન્નાઈએ આ સાથે બેંગ્લોર સામે સતત સાતમો વિજય મેળવ્યો હતો. તેમણે બેંગ્લોર સામે ૨૦૧૪ પછી અને ૨૦૦૮થી ઘરઆંગણે એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. ઓવરઓલ ચેન્નાઈએ બેંગ્લોર સામેની ૨૩મી મેચમાં ૧૫મી જીત હાંસલ કરી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બેંગલુરૂની ટીમ 17.1 ઓવરમાં માત્ર 70 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી. આ સાથે ચેન્નઈએ પ્રથમ મેચમાં વિજય સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે.

ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઓફ સ્પિનર હરભજન સિંહ અને લેગ સ્પિનર ઇમરાન તાહિરે ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ બે તથા ડ્વેન બ્રાવોએ એક વિકેટ ઝડપી હતી.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી