હાઇસ્કોરિંગ મેચમાં મુંબઈ સામે દિલ્હીનો વિજય, 37 રને મેચ જીતી

વાનખેડે ખાતે રમાયેલી આઈપીએલની હાઇસ્કોરિંગ લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૩૭ રનથી પરાજય આપીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. દિલ્હીના છ વિકેટે ૨૧૩ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઈની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૭૬ રન બનાવી શકી હતી.

મુંબઈ માટે પોતાની પહેલી મેચ રમી રહેલા યુવરાજે આ ઇનિંગ્સ દરમિયાન 3 છગ્ગા અને 5 ચોક્કા ફટકારી ચાહકોના દિલ જીત્યા હતા. તેના સિવાય કૃણાલ પંડ્યાએ 15 બોલમાં 32 રન અને ક્વિન્ટન ડી કોકે 16 બોલમાં 27 રન કર્યા હતા. દિલ્હી માટે ઇશાંત શર્મા અને કગીસૉ રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. જયારે ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ તેવટિયા, કીમો પોલ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હી તરફથી પ્રથમ બેટીંગ કરતા પૃથ્વી શો 6 બોલમાં 7 રન બનાવી મેક્લેનઘાનની ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર પણ ખાસ કમાલ ન કરી શકતા 16 રને કેચ આઉટ થયો હતો. દિલ્હીએ 11.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. ઇનગ્રામ અને ધવનની જોડીને કટિંગે તોડી હતી. ઇનગ્રામ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. ઇનગ્રામ અને ધવન વચ્ચે 83 રનની ભાગીદારી નોંધાઈ હતી.

પંતે આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. દિલ્હીને ટીમે 20 ઓવરના અંતે 212 રન કરીને 6 વિકેટ ગુમાવી હતી.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી