દિલ્હીએ બેંગ્લોરને ચાર વિકેટે હરાવ્યું, કોહલીની ટીમની સતત છઠ્ઠી હાર

આઇપીએલ-૧૨માં કંગાળ શરૃઆત કરનારી બેંગ્લોરની ટીમનો હારનો સિલસિલો હજુ જારી રહેવા પામ્યો છે અને દિલ્હી કેપિટલ્સને બેંગ્લોરમાં રમાયેલી મેચમાં તેમને સાત બોલ બાકી હતા, ત્યારે ચાર વિકેટથી પરાજય આપ્યો હતો. 150 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 152 રન કરીને 4 વિકેટે મેચ જીતી હતી.

દિલ્હી માટે શ્રેયસ ઐયરે કેપ્ટ્ન ઇનિંગ્સ રમતા 50 બોલમાં 67 રન કરીને એન્કર રોલ પ્લે કર્યો હતો. તેનો સાથ આપતા પૃથ્વી શૉએ 28 રન અને કોલીન ઇંગ્રામે 22 રન કર્યા હતા. બેંગ્લોર માટે નવદીપ સૈનીએ 2 વિકેટ જયારે ટિમ સાઉથી, પવન નેગી, મોહમ્મદ સિરાજ અને મોઇન અલીએ 1-1 વિકેટ લીધી હતી.

કેપ્ટન કોહલીએ ૪૪ અને મોઈન અલીએ ૩૨ રનની ઈનિંગ રમી હતી, પણ બેંગ્લોરના અન્ય બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. કોઈ મોટી ઈનિંગ રમી શક્યું નહતુ. રબાડાએ ચાર તેમજ ક્રિસ મોરીસે બે વિકેટ ઝડપી હતી.

બેંગ્લોરના બોલરોએ પ્રભાવક શરૃઆત કરી હતી, પણ લો સ્કોર તેમજ પૃથ્વી શૉ અને કોલીન ઈન્ગ્રામના સપોર્ટ સાથેની ઐયરની અડધી સદીએ દિલ્હીને જીત તરફ અગ્રેસર કર્યું હતુ.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર