IPL 2021 : CSK નવમી વખત IPLની ફાઈનલમાં

ફિનીશર ધોનીએ આખરી ઓવરમાં ૩ ચોગ્ગા ફટકારી ચેન્નાઈને જીતાડયું

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને 4 વિકેટથી હરાવીને આઈપીએલની ફાઈનલમાં 9મી વાર પ્રવેશ મેળવી લીધો છે. CSKના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન કર્યા હતા. DC તરફથી રિષભ પંત તથા પૃથ્વી શોએ અર્ધસદી નોંધાવી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી હતી.

સુકાની મહેન્દ્રસિંહ ધોની એ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. ઘણા લાંબા સમયે ધોનીએ પોતાનું ‘ફીનીશર્સ’નું ફોર્મ ફાઈનલ મેચ પહેલા પાછું મેળવી લીધું છે તેમ કહી શકાય. જોકે દિલ્હી પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક રહેલી છે.દિલ્હીની મેચ હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચ RCB v/s KKRના વિજેતા સામે 13મી ઓક્ટોબરે રમાશે.

દિલ્હી સામે તાકાત બતાવી ધોનીએ રમત પૂરી કરી. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લક્ષ્ય અશક્ય બની રહ્યું હતું. પરંતુ, જ્યાં સુધી માહી ક્રિઝ પર હતી ત્યાં સુધી બધું શક્ય હતું. એવું જ થયું. CSK ને છેલ્લા 6 બોલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે જીતવા માટે 13 રનની જરૂર હતી. ઓવરના પહેલા બોલ પર વિકેટ પડી હતી. દબાણ છતા ધોની શાંત હતો. અને, પછી તેણે તે કામ કર્યું જેના માટે તે ક્રિકેટ જગતમાં પ્રખ્યાત છે. પોતાની સ્ટાઇલમાં ગેમ ફિનીશ.

ધોનીએ દિલ્હી સામેની મેચ પૂરી કરવા માટે છેલ્લા બોલ સુધી રાહ જોવી પડી ન હતી. તેના બદલે, 2 બોલ અગાઉ, ચેન્નાઇએ પ્રથમ ક્વોલિફાયરની કસોટી પાર કરીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી હતી. ધોનીએ IPL ની પીચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ કામ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી પણ તેને આમ કરતો જોઈને ખૂશીથી ઉછળી પડ્યો હતો.

 87 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી