IPL 2021 : RCBની હાર સાથે કેપ્ટન તરીકે ‘વિરાટ’ સફરનો અંત

RCBને ટ્રોફી જીતાડવાનું કોહલીનું સપનું રોળાયું

ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2021 ના પ્લે ઓફ રાઉન્ડમાં KKRએ ગઈ રાત્રે ​શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી એલિમિનેટર મેચમાં વિરાટની RCBને 4 વિકેટે હરાવીને બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેઓ બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ સાથે કેપ્ટન વિરાટ કોહલીનું RCB માટે છેલ્લા દસ વર્ષમાં અને તેની કેપ્ટનશીપ હેઠળ છેલ્લી વખત આઈપીએલનું ટાઇટલ મેળવવાનું સપનું તૂટી ગયું.

આરસીબીએ આપેલા 139 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે 41 રનની ભાગીદારી કરી હતી. ગિલ 29 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 48 રન બનાવ્યા હતા.

સુનીલ નારાયણે બોલિંગમાં દમદાર પ્રદર્શન કર્યા બાદ બેટથી પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. નારાયણે 15 બોલમાં 3 સિક્સ સાથે 26 રન બનાવ્યા હતા. નારાયણ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિક 10 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. કેપ્ટન મોર્ગન 5 અને શાકિબ 6 રન બનાવી અણનમ રહ્યા હતા.

કોહલી-પડિક્કલે અપાવી સારી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 5.1 ઓવરમાં 49 રન જોડી દીધા હતા. પડિક્કલ 18 બોલમાં 2 ચોગ્ગા સાથે 21 રન બનાવી લોકી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આકસીબીએ પાવરપ્લેમાં 1 વિકેટે 53 રન બનાવ્યા હતા.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી