September 20, 2021
September 20, 2021

IPL 2021 : રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, જોસ બટલર અને બેન સ્ટોક્સ ‘OUT’

આ બે કેરેબિયન ખેલાડીઓની એન્ટ્રી

રાજસ્થાન રોયલ્સને આઈપીએલ 2021ના બીજા તબક્કા પહેલા મોટો આંચકો લાગ્યો છે તેના બે સ્ટાર શક્તિશાળી જોસ બટલર અને બેન સ્ટોક્સ ખેલાડીઓ બહાર થયા છે. સપ્ટેમ્બરથી શરૂ થતા IPL 2021 ના ​​બીજા ભાગમાં રમશે નહીં. રાજસ્થાન રોયલ્સે પણ આ બંનેના રિપ્લેસમેન્ટને શોધ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના ઇવિન લેવિસ અને ઓશેન થોમસને બટલર અને સ્ટોક્સની જગ્યાએ લેવામાં આવ્યા છે. બટલર અને સ્ટોક્સ બંને રાજસ્થાનના સૌથી મહત્વના ખેલાડી છે. તેના વિના ટીમ ખૂબ નબળી બની ગઈ છે.

ઇંગ્લેન્ડના બંને ખેલાડીઓ અલગ અલગ કારણોસર IPL 2021માં આગળ રમી શકશે નહીં. બટલર પિતા બનવાનો છે. આ કારણે, તે થોડા સમય માટે ઘરે રહેશે. જ્યારે બેન સ્ટોક્સ મેન્ટલ હેલ્થના કારણોસર ક્રિકેટથી દૂર છે. નોંધનીય છે કે, IPL 2021નો પ્રથમ હાફ પણ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. ત્યારે તે આંગળીની ઈજાને કારણે ઘરે પરત ફર્યો હતો. બટલરનાં સ્થાને આવેલ એવિન લેવિસ પ્રથમ વખત રાજસ્થાન તરફથી રમશે.

આ વખતે રાજસ્થાનની ટીમ સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રમી રહી છે. પરંતુ UAEમાં સેકન્ડ હાફ મેચો પહેલા તેમણે ઘણા મોટા ખેલાડીઓ ગુમાવ્યા છે. જેમાં જોફ્રા આર્ચરનો સમાવેશ થાય છે. કોણીની ઈજાને કારણે તે મેદાનથી દૂર છે. તે પહેલા હાફમાં પણ રમ્યો ન હતો. રોયલ્સે તેના સ્થાને તબરેઝ શમ્સીને ટીમમાં સમાવ્યો છે. રાજસ્થાનના અન્ય ઇંગ્લીશ ખેલાડી લિયામ લિવિંગસ્ટોન પણ ઈજાના ને લઇ સંકટની સ્થિતીમાં છે. જોવાનું રહેશે કે તે હવે IPLરમશે કે નહીં.

 72 ,  1