September 19, 2021
September 19, 2021

IPL 2021 : સ્ટેડિયમમાં દર્શકોની ‘એન્ટ્રી’

ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, આ તારીખથી શરૂ થશે ટિકિટનું વેચાણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14 મી સીઝનના બીજા તબક્કામાં દર્શકોને મેદાનમાં એન્ટ્રી મળી શકશે જેના પગલે ક્રિકેટ રસિયાઓ મેદાનમાં બેસી લાઈવ મેચ જોઈ શકશે. BCCI આજે આ માટે પરવાનગી આપી દીધી છે. IPL 2021 ના ​​બીજા તબક્કામાં પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ટિકિટ બુકિંગ સંબંધિત તમામ માહિતી આઈપીએલ સાઇટ પર શેર કરવામાં આવી છે અને 16 સપ્ટેમ્બરથી ટિકિટ બુક કરાવી શકે છે. સત્તાવાર વેબસાઇટ www.iplt20.com ઉપરાંત,PlatinumList.net સાઇટ પરથી પણ ટિકિટ બુકિંગ કરી શકાય છે. જોકે લીગના આયોજકોએ સ્ટેડિયમમાં કેટલા દર્શકો હાજર રહેશે તે જણાવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે.

BCCI માટે આ એક મોટી સિદ્ધિ છે. 28 મહિના પછી, દર્શકો સ્ટેડિયમમાં વાપસી થઈ રહી છે. મે 2019 માં ભારતમાં આયોજિત IPLની 12મી આવૃત્તિમાં છેલ્લી વખત દર્શકો મેદાન પર પહોંચ્યા હતા. આ પછી, 2020માં યુએઈ અને 2021 માં ભારતમાં યોજાયેલા પ્રથમ તબક્કામાં, દર્શકોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. આ નિર્ણય કોરોનાને કારણે લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે, બીસીસીઆઈ પ્રથમ તબક્કામાં નુકસાનની ભરપાઈ પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલના બીજા તબક્કાની મેચ દુબઈ, શારજાહ અને અબૂધાબીમાં રમાશે. મેચ દરમિયાન દર્શકોના સ્ટેડિયમમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે જોકે દર્શકોએ કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.

 41 ,  1