September 20, 2021
September 20, 2021

IPL 2022: બે નવી ટીમોની ઓક્ટોબરમાં થશે હરાજી

જાણો, એક ટીમની બેઝ પ્રાઈઝ….

IPLની નવી ટીમની ઓક્શનને લઈ મોટા સમાચાર છે. BCCI આઈપીએલનની બે નવી ટીમો માટે 17 ઓક્ટોબરે હરાજી થઈ શકે છે. 2022ની આઈપીએલમાં 8ના બદલે 10 ટીમો રમતી જોવા મળશે. બોર્ડ 2 નવી ટીમોની હરાજીથી 5000 થી 6000 કરોડ રૂપિયાની આવક કરી શકે છે. ટીમો મેચની સંખ્યા પણ વધશે. આ સ્થિતમાં બીસીસીઆઈને બ્રોડકાસ્ટિંગથી થનારી આવકમાં પણ વધારાની આશા છે.

હરાજી માટેનો પહેલો નિયમ એ છે કે જે કંપની ટીમો પર નાણાંનું રોકાણ કરશે, તેમની નેટવર્થ ઓછામાં ઓછી 2500 કરોડ હોવી જોઈએ અને કંપનીનું ટર્નઓવર 3000 કરોડથી ઉપર હોવું જોઈએ. વળી, જો 2-3 કંપનીઓ એક સાથે એક ટીમ પર બોલી લગાવે તો પણ ત્રણમાંથી ઓછામાં ઓછી એકની નેટવર્થ 2500 કરોડની આસપાસ હોવી જોઈએ.

રિપોર્ટ અનુસાર, એક હરાજીમાં એક ટીમની બેઝ પ્રાઈઝ 2000 કરોડ છે. આઈપીએલ 2022 માં જે શહેરોની ટીમ દેખાઈ શકે છે તેમાં અમદાવાદ, લખનૌ, ઈન્દોર, કટક, ગુવાહાટી અને ધર્મશાળાનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ પર નાણાં રોકનાર સંજીવ ગોયન્કા ટીમ લખનૌથી ખરીદવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 5 ઓક્ટોબર સુધી ટેંડર ડોક્યુમેંટ ખરીદી શકાય છે. 17 ઓક્ટોબરે હરાજી થઈ શકે છે. એવી જાણકારી છે કે ઈ-ઓક્સન નહીં હોય. જૂના નિયમો અનુસાર બંધ બોલી પ્રક્રિયા અપનાવવામાં આવશે

નોંધનીય છે કે, આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

 66 ,  1