IPL : ચેન્નાઇ-દિલ્હીની પ્લેઓફની ટિકિટ ફાઈનલ

ચોથા સ્થાન માટે જોવા મળશે કાંટે કી ટક્કર

IPL 2021 તેજીથી પ્લેઓફ તરફ આગળ વધી રહ્યું છે. તમામ ટીમોએ પોતપોતાના ક્વોટાની 10-10 મેચ રમી છે અને આ સાથે પ્લેઓફમાં પહોંચવાની લડાઈ પણ તીવ્ર બની છે. હવે લીગ તબક્કામાં માત્ર થોડી જ મેચો બાકી છે અને આવી સ્થિતિમાં તમામ ટીમો પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. બુધવારે દુબઈમાં રમાયેલી IPL ની 43 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. આ મેચમાં વિરાટની આગેવાનીવાળી આરસીબીએ સંજુની રાજસ્થાન રોયલ્સને એકતરફી મેચમાં સાત વિકેટે હરાવી હતી. બેંગ્લોરની જીત સાથે પોઈન્ટ ટેબલનું ગણિત વધુ રસપ્રદ બન્યું છે. તો ચાલો પોઈન્ટ ટેબલ અને પ્લેઓફના સંપૂર્ણ ગણિત પર એક નજર કરીએ.

પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ અનુક્રમે 16 અને 16 પોઇન્ટ સાથે પ્રથમ અને બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવાનો બંનેનો દાવો સૌથી મજબૂત છે. બંને ટીમો વઘુ એક મેચ જીતીને નોકઆઉટ તબક્કામાં પહોંચી જશે. ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 10 માંથી આઠ મેચ જીતી છે અને +1.069 ના રન રેટ સાથે ટોચ પર છે. બીજા ચરણમાં ચેન્નઈએ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. તમને જણાવી દઈએ કે દિલ્હીએ 11 માંથી આઠ મેચ જીતી છે અને તેનો રન રેટ +0.562 છે.

જ્યારે બીજી બાજુ ત્રીજા અને ચોથા સ્થાન માટે કાંટેની ટક્કર જોવા મળશે. બેંગ્લોર 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર અને કોલકાતા અને મુંબઈ 10 પોઈન્ટ સાથે ચોથા અને પાંચમાં સ્થાને છે.

 124 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી