IPL : ચેન્નઈ પંજાબને જીતવા 135 રનનો આપ્યો ટાર્ગેટ

ફાફ ડુ પ્લેસીસની શાનદાર ફિફ્ટી

ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ગુરુવારે IPLની 53મી મેચ રમાઈ રહી છે. પંજાબ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈની ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી નહોતી બેક ટુ બેક વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, ફાફ ડુ પ્લેસીસ એક તરફથી બાજી સંભાળી હતી 76 રન ફટાકારી ટીમનો સ્કોર 100 રને પાર પહોંચાડ્યો હતો 20 ઓવરમાં ચેન્નઈ માત્ર 134 રન જ કરી શકી. પંજાબ કિંગ્સને જીતવા 135 રનની જરૂર રહેશે.

આ બંને ટીમની છેલ્લી લીગ મેચ હશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ CSK પ્લે-ઓફમાં પહોંચી ગઈ છે, પરંતુ તે છેલ્લી 2 મેચ હારી જતા લય ગુમાવી બેઠી છે. તેવામાં ચેન્નઈ આ મેચ જીતી જશે તો ફરીથી પોઇન્ટ ટેબલમાં નંબર-1 બની જશે. ચેન્નઈના અત્યારે 13 મેચમાં 18 પોઇન્ટ છે.

ઋતુરાજ સહિત મહેન્દ્ર સિંહ ધોની પણ કંઈ કમાલ કરી શક્યા નહોતા 61 રનમાં ચેન્નઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ ઈનિંગમાં પંજાબના બોલર અર્શદીપ સિંહ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લઈને CSKના બેટિંગ ઓર્ડરની કમર તોડી હતી. રવિ બિશ્નોઈએ મહેન્દ્ર સિંહ ધોનીએ પેવેલિયન ભેગો કર્યો હતો. આ મેચમાં પણ કેપ્ટન કૂલ ખાસ પ્રદર્શન જાળવી રાખ્યું હતું.

 111 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી