પંજાબ સામે કોલકાતાનો વિજય, 28 રને શાનદાર જીત

કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઇ કોલકાતાનાઇટ રાઇડર્સ પ્રથમ બેટિંગ સોંપી હતી. કોલકાતાએ 20 ઓવરના અંતે 04 વિકેટના નુકશાન સાથે 218 રન બનાવ્યા. જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 04 વિકેટના નુકશાનને 190 રન જ બનાવી શક્યું. આખરે કોલકાતા નાઇટ કાઇડર્સની 28 રને જીત થઇ.

ઓપનર સુનીલ નરૈને નવ બોલમાં તોફાની ૨૪ રન બનાવીને કોલકાતા માટે આક્રમક શરૂઆત કરી હતી. ત્યારબાદ નીતીશ રાણા અને ઉથપ્પાએ ત્રીજી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી નોંધાવી હતી. રાણા ૩૪ બોલમાં સાત સિક્સર અને બે બાઉન્ડ્રી વડે ૬૩ રન બનાવીને આઉટ થયો હતો

ઉથપ્પાએ ૫૦ બોલમાં છ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૬૮ તથા આન્દ્રે રસેલે ૧૭ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર વડે ૪૮ રન બનાવ્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી નોંધાઈ હતી. કોલકાતાની ટીમે છેલ્લી પાંચ ઓવરમાં ૧૪.૨૦ની એવરેજથી ૭૧ રન બનાવ્યા હતા.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી