IPL: રાજસ્થાન સામે દિલ્હીના 6 વિકેટે 154 રન

રાજસ્થાનના બંને ઓપનર પેવિલિયન ભેગા

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે IPL 2021ની 36 મી મેચ UAEના અબુ ધાબીમાં રમાઇ રહી છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જેને પગલે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટીંગ માટે મેદાને આવી હતી. જોકે શરૂઆત સારી રહી નહોતી અને પ્રથમ વિકેટ માત્ર 18 રનમાં જ શિખર ધવન પેવિલિયન ભેગો થઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે 6 વિકેટના નુકસાન પર 154 રન કર્યા હતા.

ટોસ હારીને દિલ્હીની ટીમ બેટીંગ માટે મેદાને આવી હતી. દિલ્હીની ટીમની ઓપનીંગ જોડી માત્ર 18 રન પર જ તૂટી ગઇ હતી. શિખર ધવન 8 બોલમાં 8 રન કરીને ક્લિન બોલ્ડ થયો હતો. ઓપનર પૃથ્વી શો પણ ત્યાર બાદ તુરત જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 12 બોલમાં 10 રન કર્યા હતા. આમ 21 રનના સ્કોર પર બંને ઓપનરોએ વિકેટ ગુમાવતા, દિલ્હીની શરુઆત ખરાબ રહી હતી.

શ્રેયસ ઐયરે 32 બોલમાં 42 રન કર્યા હતા. તે રાહુલ તેવટિયાના બોલમાં સેમસન દ્વારા સ્ટંમ્પીંગ થયો હતો. ઋષભ પંતે 24 બોલમાં 24 રન કર્યા હતા. શિમરોન હેટમેયરે 16 બોલમાં 28 રન કર્યા હતા. જે દરમ્યાન 5 ચોગ્ગા લગાવ્યા હતા. અક્ષર પટેલે 7 બોલમાં 12 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે એક છગ્ગો લગાવ્યો હતો. લલિત યાદવ 14 રન અને અશ્વિન 6 રન કરીને અણનમ રહ્યા હતા.

કાર્તિક ત્યાગીએ તેના આજના સ્પેલની શરુઆત કરતા જ પ્રથમ બોલે જ મોટી વિકેટ ઝડપી હતી. કાર્તિકે શિખર ધવનને બોલ્ડ કર્યો હતો. તેને એક વિકેટ 4 ઓવરમાં 40 રન આપીને મેળવી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ તેવટીયાએ 1 વિકેટ ઝડપી હતી. તબરેઝ શમ્સી એ ડેબ્યૂ મેચમાં 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી