IPL : દિલ્હીનું દમદાર પ્રદર્શન

હૈદરાબાદને 8 વિકેટે આપ્યો પરાજય

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-2021 ના બીજા ફેઝમાં પણ શાનદાર પ્રદર્શન જારી રાખતા સનરાઇઝર્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. બોલરો બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનથી દિલ્હીએ ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં 2 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં એન્ટ્રી મેળવવાથી માત્ર એક જીત દૂર છે. બીજી તરફ સનરાઇઝર્સનો આઠ મેચમાં આ સાતમો પરાજય છે અને ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે.

દિલ્હીનું દમદાર પ્રદર્શન
હૈદરાબાદે આપેલા 135 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને 20 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો 11 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શિખર ધવન અને શ્રેયસ અય્યરે ઈનિંગ સંભાળી હતી. દિલ્હીએ પાવરપ્લેમાં 1 વિકેટે 39 રન બનાવ્યા હતા.

શિખર ધવન 37 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 42 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલ શ્રેયસ અય્યર 41 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 47 રન બનાવી અણનમ રહ્યો હતો. રિષભ પંતે 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી